Explore Categories

 

 PDF

TallyPrime Release 2.1 અને TallyPrime Edit Log Release 2.1 માટે રીલીઝ નોટ | નવું શું છે?

તમે TallyPrime સાથે આનંદદાયી અનુભવ માટે અમારા પર ભરોસો રાખી શકો છો કારણ કે અમે એડિટ લોગ જેવા નવા ફીચર્સ સાથે પ્રોડક્ટને વધુ સારી બનાવવા માટે કામ કરીએ છીએ જે તમને તમારી કંપનીના ડેટા પર વધુ સારું નિયંત્રણ કરવામાં મદદ કરવા માટે ટ્રાનઝેકશન અને માસ્ટર્સમાં કરવામાં આવતી દરેક પ્રવૃત્તિનો ટ્રેલ રાખવામાં મદદ કરે છે.

રીલીઝ 2.1 સાથે, અમે તમને નીચેના ઉત્પાદનો વચ્ચે પસંદગી કરવાની ફ્લેક્સિબિલિટી આપીએ છીએ:

  • TallyPrime એડિટ લોગ: જો તમારા વ્યવસાયને સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાન બહેતર આંતરિક નિયંત્રણ માટે તમામ પ્રવૃત્તિઓને ટ્રૅક કરવાની જરૂર હોય. આ પ્રોડક્ટમાં એડિટ લોગ કરી ડિસેબલ કરી શકાતો નથી.
  • TallyPrime: જો તમે આંતરિક ઓડિટ હેતુઓ માટે ટ્રેલ્સ જાળવવા માંગતા હોવ અથવા સમયાંતરે લૉગ્સ જોવા માંગતા હો, તો તમે તમારા રોજિંદા વ્યવસાયની કામગીરીમાં એડિટ લોગ સુવિધાનો લાભ લઈ શકો છો.
    ડિફૉલ્ટ રૂપે, TallyPrime તમારા ટ્રાંજેકશન અને માસ્ટર્સમાં પ્રવૃત્તિઓ અને ફેરફારોને ટ્રૅક કરશે નહીં. જ્યારે જરૂર પડે ત્યારે તમે એડિટ લોગને એનેબલ અથવા ડિસેબલ કરી શકો છો.

વધુમાં, ડિજિટલ હસ્તાક્ષરની સુવિધા તમને તમારા દસ્તાવેજોને ખૂબ જ સરળતા સાથે ડિજિટલી હસ્તાક્ષર અને પ્રમાણિત કરવામાં મદદ કરશે. તે પછી, તમે તેને તમારા હિતધારકોને સુરક્ષિત રીતે મોકલી શકો છો.

હાઇલાઇટ્સ – TallyPrime અને TallyPrime એડિટ લોગ રિલીઝ 2.1

એડિટ લોગનો પરિચય

TallyPrime માં એડિટ લોગ તમને તમારા નાણાકીય ડેટાનો ટ્રૅક રાખવામાં મદદ કરે છે, કારણ કે તમે તમારા ટ્રાંજેકશન અને માસ્ટર્સમાં થતી પ્રવૃત્તિઓ અને ફેરફારોથી વાકેફ રહી શકો છો.

TallyPrime માં એડિટ લોગ સાથે, તમે આ કરી શકો છો:

  • આમાં કરવામાં આવતી તમામ પ્રવૃત્તિઓને ટ્રૅક કરી શકો:
    • ટ્રાનજેક્શનસ: ઓલ વાઉચર્સ
    • માસ્ટર્સ: સ્ટોક આઇટમ્સ, ખાતાવહી અને એકાઉન્ટિંગ ગ્રુપસ.
    • કંપની ડેટા: માઈગ્રેશન, રીપેર, ઇમ્પોર્ટ, સ્પ્લીટ, વગેરે.
  • એડિટ લોગ સ્ક્રીનમાં નીચેના પાસાઓ વિશે માહિતી મેળવો:
    • વર્ઝન નંબર કે જે ચોક્કસ ટ્રાંજેકશન અથવા માસ્ટર માટે બનાવેલ લોગની સંખ્યાને કેપ્ચર કરે છે.
    • પ્રવૃત્તિનો પ્રકાર જેમ કે ક્રિએશન, અલ્ટેરશન અને ડિલિશન.
    • જે વપરાશકર્તાઓએ પ્રવૃત્તિ કરી હતી.
    • તારીખ અને સમય કે જયારે પ્રવૃત્તિ કરવામાં આવી હતી.
  • ડ્રિલ ડાઉન કરીને અગાઉના વર્જ્ન સાથે વિગતોની તુલના કરો.
    વધુમાં, તમે વિવિધ પ્રકારનાં મૂલ્યો જોવા માટે સરખામણીને ગોઠવી શકો છો, દાખલા તરીકે, બદલાયેલ વેલ્યૂ અને કોનફિગ્યુંરેશન-આધારીત વેલ્યૂ.
  • અલ્ટરડ અને ડિલિટેડ જુઓ:
    • ડે બુકમાં વાઉચર્સ અને લેજર વાઉચર રીપોર્ટ.
    • ચાર્ટ ઓફ એકાઉન્ટ્સમાં માસ્ટર્સ.
  • સેવ કરેલા રિપોર્ટ વ્યૂને જાળવી રાખીને સરળ અને સતત ડેટા માઈગ્રેટ કરતાં.

વધારામાં શું છે!

તમારા વ્યવસાયમાં એડિટ લોગની આવશ્યકતાના આધારે, તમે બે ઉત્પાદનોમાંથી પસંદ કરી શકો છો:

  • TallyPrime એડિટ લોગ રીલીઝ 2.1: તે સુનિશ્ચિત કરે છે કે સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાન ટ્રાન્ઝેક્શન્સ અને માસ્ટર્સમાં તમામ પ્રવૃત્તિઓ માટે લોગ બનાવવામાં આવ્યા છે, કારણ કે તમે સુવિધાને અક્ષમ કરી શકતા નથી.
  • TallyPrime Release 2.1: જો જરૂરી હોય તો, તમે એડિટ લોગને એનેબલ કરી શકો છો અને મુખ્ય પ્રવૃત્તિઓને ટ્રૅક કરી શકો છો. આ સુનિશ્ચિત કરશે કે વાઉચર અને માસ્ટર્સમાં ફેરફાર અને કાઢી નાખવા જેવી ક્રિયાઓ પર તમારું નિયંત્રણ છે.

વધુ જાણવા માટે Edit Log in TallyPrime વિષયમાં સંદર્ભ લો.

PDF દસ્તાવેજોમાં ડિજિટલ હસ્તાક્ષર ઉમેરો

ટેલીપ્રાઈમ એડિટ લોગ રીલીઝ 2.1 અને ટેલીપ્રાઈમ રીલીઝ 2.1 ડોંગલ આધારિત ડીજીટલ સિગ્નેચરને સપોર્ટ કરે છે.

તમે હવે વાઉચર્સ અને રિપોર્ટ્સ જેવા દસ્તાવેજો પર સરળ અને સતત સહી કરી શકો છો જ્યારે:

  • પીડીએફ તરીકે દસ્તાવેજોને એક્સપોર્ટ કરતાં.
  • પીડીએફ દસ્તાવેજોને ઈ-મેઈલ કરતા.
  • પ્રિન્ટ કરતી વખતે દસ્તાવેજોને PDF તરીકે સાચવો.

તદુપરાંત, તમે બધા વાઉચર ડિજિટલી હસ્તાક્ષરિત છે તેની ખાતરી કરીને મલ્ટિ-વાઉચર રિપોર્ટમાં ડિજિટલ હસ્તાક્ષર ઉમેરી શકો છો.

ડિજિટલ હસ્તાક્ષર વડે, તમે અધિકૃતતા અને અખંડિતતાની ખાતરી કરી શકો છો અને તમે તમારા હિતધારકો, ગ્રાહકો, ઓડિટર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સાથે શેર કરો છો તે પીડીએફ દસ્તાવેજોની નકલ અને ચેડા ટાળી શકો છો.

વધુ જાણવા માટે Digital Signature in TallyPrime સંદર્ભ લો.

વધારામાં શું છે!

તમે ચોક્કસ પાર્ટી અને પીરિયડ માટે મલ્ટિ-વાઉચર રિપોર્ટ્સ પ્રિન્ટ, એક્સપોર્ટ અથવા ઈ-મેલ પણ કરી શકો છો.

વધુ જાણવા માટે Multi-Voucher/Invoice for a selected party સંદર્ભ લો.

Post a Comment

Is this information useful?
YesNo
Helpful?