Explore Categories

 

 PDF

TallyPrime Release 2.0 અને 2.0.1 માટે રીલીઝ નોટ્સ

TallyPrime સાથે તમને આનંદદાયી અનુભવ મળશે તે વાતનો તમે વિશ્વાસ રાખી શકો છો. દરેક રીલીઝ સાથે અમે ઉન્નત ફિચર્ઝ ઉમેરવાનો અને અમુક ખામીઓને દુર કરવાનો પ્રયત્ન કરીએ છે. જે થી તમારો અનુભવ આનંદદાયી અને સીમ્લેસ બની રહે.

હાઇલાઇટ્સ – TallyPrime રિલીઝ 2.0.1

બોટમ બાર હવે ઉપલબ્ધ છે

નવા રજૂ કરાયેલા બોટમ બાર સાથે, તમે હવે સરળતાથી શોર્ટકટ કીને ઍક્સેસ કરી શકો છો. જે તમને પ્રોડક્ટ ઝડપથી શીખવામાં અને તમારી કાર્યક્ષમતા વધારવામાં મદદ કરશે.

તમારી પાસે બોટમ બાર બંધ કરવા માટેનો ઓપ્શન પણ છે.

વધુ જાણવા માટે, ગેટ ફેમીલીઅર ટોપિક અંતર્ગત બોટમ બાર સેકશનને વાંચો.

વધુ જાણવા માટે, તમે વર્કિંગ વિથ રિપોર્ટ્સ ટોપિક હેઠળ કીબોર્ડ શોર્ટકટ્સ વિભાગનો સંદર્ભ પણ લઈ શકો છો.

TallyPrime માં નોટિફિકેશન

TallyPrime હવે તમને નિમ્નલિખિત માટે સમયસર નોટિફિકેશન આપશે:

  • લેટેસ્ટ TallyPrime રીલીઝ
  • TSS વેલિડિટી અને રીન્યુઅલ
  • રેન્ટલ લાયસન્સની એક્સપાયરી અને રીન્યુઅલ

લાઇસન્સ ને લગતા કોઈપણ ઇશ્યુઓ માટે પણ તમને માહિતી મળતી રહેશે.

નોટિફિકેશન્સ તમને ન્યૂ રીલીઝ ને સમયસર અપગ્રેડ કરવાંમાં મદદરૂપ થશે જેનાથી તમે પ્રોડક્ટની નવીનતમ સુવિધાઓ અનુભવી શકો. વધારામાં TSS અથવા રેન્ટલ લાયસન્સની એક્સપાયરી અને રીન્યુઅલ અંગેના નોટિફિકેશન તમારા કામને એકીકૃત ચાલુ રાખવામાં મદદરૂપ થશે.

વધારામાં! જો જરૂરી હોય તો, તમે નોટિફિકેશન્સ ને સ્નૂઝ કરી શકો છો.

વધુ જાણવા માટે, ટેલી સોફ્ટવેર સર્વિસીસ (TSS) ક્લિક કરી વાંચો.

પ્રોડક્ટ ઇમ્પ્રૂવમેન્ટ્સ – TallyPrime Release 2.0.1

MS Excel માં ડેટા એક્સપોર્ટ કરવો

MS Excel માં ડેટા એક્સપોર્ટ કરતી વખતે નિમ્નલિખિત ઈશ્યુ આવતા.

ઓલ લેજર એકાઉન્ટ્સ અને ગ્રુપ ઓફ એકાઉન્ટ્સ MS Excel માં એક્સપોર્ટ કરતી વખતે

જ્યારે તમે MS Excel પર ઓલ લેજર એકાઉન્ટ્સ અને ગ્રુપ ઓફ એકાઉન્ટ્સના રીપોર્ટ્સ એક્સપોર્ટ કરતી વખતે:

  • પ્રોસેસ માટે ધાર્યા કરતા વધુ સમય લાગતો.
  • શીટ્સમાં ડેટા પ્રૉપર્લી એલાઇન થતો ન હતો

આ ઇશ્યુઝનો ઉકેલ આવી ગયો છે.

બેંક બુક્સને MS- Excelમા એક્સપોર્ટ કરતી વખતે

બેંક બુક્સને MS Excel મા એક્સપોર્ટ કરતી વખતે Memory Access Violation એરર આવતી. આ ત્યારે થતું જ્યારે કંપનીના ડેટામાં ઘણા બધા બેંક લેજર્સ હતા.
આ ઇશ્યુનો ઉકેલ આવી ગયો છે.

કોસ્ટ સેંટર રીપોર્ટ્સ ને એક્સપોર્ટ, ઇ-મેઇલ કે પ્રીન્ટ કરતી વખતે

કોન્ફિગ્યુરેશનમાં, શો ઓપનિંગ બેલેન્સ ડિસેબલ કર્યું હોવા છતાં એક્સપોર્ટ કરેલા, ઇ-મેઇલ કરેલા કે પ્રિન્ટ કરેલા કોસ્ટ સેંટર રિપોર્ટ્સ ઓપનિંગ બેલેન્સ બતાવતા.
આ ઇશ્યુનો ઉકેલ આવી ગયો છે.

TDS આઉટસ્ટેન્ડિંગ્સ રીપોર્ટ એક્સપોર્ટ કે પ્રીન્ટ કરતી વખતે

ટ્રાન્ઝેક્શન વાઈઝ TDS આઉટસ્ટેન્ડિંગ્સ રીપોર્ટ એક્સપોર્ટ કે પ્રીન્ટ કરતી વખતે ચુકવણીનો પ્રકાર દેખાતો ન હતો.
આ ઇશ્યુનો ઉકેલ આવી ગયો છે.

સીલેક્ટ ફ્રોમ ડ્રાઈવ નો ઉપયોગ

કંપનીના બેકઅપને રીસ્ટોર કરતી વખતે, કંપનીનું નામ લિસ્ટ ઓફ કંપનીઝની હેઠળ દેખાતું  ન હતું. આ ત્યારે થતું જયારે તમે સિલેક્ટ ફ્રોમ ડ્રાઈવ ઓપ્શનનો ઉપયોગ કરતા.
આ ઇશ્યુનો ઉકેલ આવી ગયો છે.

હાઇલાઇટ્સ – TallyPrime Release 2.0

ઇ-વે બિલ માટે કનેક્ટેડ અનુભવ

ઇ-વે બિલ માટે કનેક્ટેડ અનુભવ સાથે, TallyPrime તમને નિમ્નલિખિત માટે સક્ષમ બનાવે છે-

  • બીલ બનાવતી વખતે ઈ-વે બિલ ઓનલાઈન જનરેટ કરવામાં
  • એક જ સમયે મલ્ટિપલ ઈ-વે બિલ્સ ઓનલાઈન જનરેટ કરવામાં.
  • ઈ-વે બિલ રદ કરવામાં, Part-B અને ટ્રાન્સપોર્ટર ID અપડેટ કરવામાં અને જથ્થાબંધ વ્યવહારો માટે માન્યતા લંબાવામાં.
  • કાયદાની જરૂરિયાતો અનુસાર ઈ-વે બિલ નંબર અને ઇન્વૉઇસ માટે QR કોડ સાથે ઇ-વે બિલ પ્રિન્ટ કરવામાં.
  • ઈ-વે બિલ રિપોર્ટ અને ઈ-વે બિલ રજિસ્ટરનો ઉપયોગ કરીને ઈ-વે બિલની સ્થિતિને ટ્રેક કરવામાં
  • ઈ-વે બિલ રિપોર્ટ અને ઈ-વે બિલ રજિસ્ટરનો ઉપયોગ કરીને ઈ-વે બિલ સિસ્ટમથી ટ્રાન્સેકશન માટે લેટેસ્ટ ઈ-વે બિલ ઇન્ફોરમેશન અને સ્ટેટ્સ મેળવવામાં.

પરિણામે, તમારે વિવિધ ઈ-વે બિલ પ્રવૃત્તિઓ માટે ટેલીપ્રાઈમ અને ઈ-વે બિલ સિસ્ટમ વચ્ચે અહીંથી ત્યાં કરવાની જરૂર નથી, કારણ કે પ્રોડક્ટ ની અંદરથી જ બધું કરી શકાય છે.

વધુ જાણવા માટે e-Way Bill ટોપિક ક્લિક કરી વાંચો.

રીપોર્ટ્સ માટે સેવ વ્યૂ 

સેવ વ્યૂ ફીચર તમને TallyPrime માં રીપોર્ટ્સ જોવાના પર્સનાલીઝડ એક્સપિરિયન્સથી અભીભુત કરશે

આ સાથે તમે નિમ્નલિખિત કરી શકશો:

  • તમારા ડીઝાયર્ડ કોન્ફિગ્યુરેશન્સ સાથે તમારી પસંદગીના વ્યૂ સેવ કરી શકશો.
  • નિર્દિષ્ટ પીરીયડ માટે રીપોર્ટનો વ્યુ સેવ કરી શકશો.
  • કોઈ ચોક્કસ લેજર જેવા કે પાર્ટી લેજર, સ્ટોક આઈટમ વિગેરે ના ઓપન કરેલા રીપોર્ટનો વ્યુ સેવ કરી શકશો.
  • તમારી જરૂરિયાત પ્રમાણેનો વ્યુ સેવ કરી શકશો, દા.ત.
    • દરેક કમ્પ્યુટર પર અમુક કંપની માટે
    • અમુક કમ્પ્યુટર પર તમામ કંપનીઓ માટે
  • સેવ્ડ વ્યુ ને ડિફોલ્ટ વ્યુ તરીકે સેટ કરી શકશો
  • જેથી, રીપોર્ટ હંમેશા સેવ વ્યુમાં સેટ કરેલા કોન્ફિગ્યુરેશન્સ મુજબ ખુલશે.
  • જ્યારે પણ જરૂરી હોય, ત્યારે રીપોર્ટ્સ ડિફૉલ્ટ વ્યૂમાં જોઈ શકાય છે.
  • જરૂરિયાત મુજબ, બધી કંપનીઓ અથવા ચોક્કસ કંપનીમાંથી સેવ્ડ વ્યૂ અથવા ઓલ વ્યૂઝ કાઢી શકશો.
  • યુઝર્સને રિપોર્ટ્સના વ્યૂ સેવ કરવાથી અથવા સેવ્ડ વ્યૂઝને ડીલીટ કરતા પ્રતિબંધિત કરી શકશો

તમારા પ્રીફેર્ડ વ્યૂ ને સાચવવાથી ઘણો સમય બચે છે કારણ કે તમારે કન્ફિગ્યુરેશન વારંવાર લાગુ કરવાની જરૂર નથી.

વધુ જાણવા માટે Save View ટોપિક ક્લિક કરી વાંચો.

GSTIN/UIN અને HSN/SAC નું ઓનલાઈન વેલીડેશન

ઝડપી અને સરળ વેલિડેશન પ્રોસેસ સાથે TallyPrime હાજર છે:

  • સીંગલ અને મલ્ટીપલ પાર્ટીઝ માટે GSTIN/UIN ની માહિતી
  • સીંગલ અને મલ્ટીપલ આઈટમ માટે HSN/SAC ની માહિતી

પરિણામે, તમે જાણી શકો કે તમારા ચોપડામાં દાખલ કરેલી માહિતી અધિકૃત છે કે કેમ અને જો જરૂર પડે તો તેને અપડેટ કરી શકશો.

વધુ જાણવા માટે Validate GSTIN and HSN Online ટોપિક ક્લિક કરી વાંચો.

રીપોર્ટ્સ ઈન બ્રાઉઝર

મોંબાઈલ-રીસ્પોન્સિવ ડિઝાઈન

એકદમ નવી મોબાઇલ-રિસ્પોન્સિવ ડિઝાઇન તમને કંપનીની પસંદગીથી લઈને વાઉચર ડાઉનલોડ કરવા સુધીનો સાહજિક અનુભવ પ્રદાન કરે છે.

વધુમાં, તમે હવે નીચેની સુવિધાઓનો આનંદ માણી શકો છો:

ડે બુકમાં તારીખ બદલવાની ઝડપી ઍક્સેસ

હવે તમે અનુક્રમે ડાબી અને જમણી એરો કી પર ટેપ કરીને પાછલી અને આગલી તારીખો માટે ડે બુક જોઈ શકો છો.

પસંદ કરેલા રીપોર્ટમાં સ્કેલ ફેક્ટર

તમે હવે હજાર, લાખ, વગેરેમાં વેલ્યુ  જોવા માટે રીપોર્ટમાં સ્કેલ ફેક્ટર લાગુ કરી શકો છો.

શૉ ડિટેઈલ્સનું ઇન્ટ્રોડક્શન

તમે હવે શૉ ડિટેઈલ્સ પર ટેપ કરીને પસંદ કરેલા રીપોર્ટ્સમાં વધારાની માહિતી જોઈ શકો છો.

પીરીયડ બદલવાની સરળ રીત

હવે તમને બ્રાઉઝર્સમાં રીપોર્ટ્સનો સમયગાળો બદલવાનો વધુ સારો અનુભવ મળે છે.

બ્રાઉઝર પરથી ડાઉનલોડ કરેલ રિપોર્ટનું ફાઈલ નામ

બ્રાઉઝરમાંથી ડાઉનલોડ કરેલ રીપોર્ટના ફાઈલના નામમાં હવે અંડરસ્કોર હશે, જે ડાઉનલોડની તારીખ અને સમયની સરળ ઓળખ માટે તારીખ અને ટાઈમસ્ટેમ્પને અલગ કરશે.

વધુમાં, જો કલાક, મિનિટ અથવા સેકન્ડ સિંગલ ડિજિટમાં હોય, તો તેની આગળ 0 લાગેલો હશે.

વધુ જાણવા માટે TallyPrime Reports in Browser ટોપિક ક્લિક કરી વાંચો.

TallyPrime માં ઈ-પેમેન્ટ્સ

TallyPrime ની ઉપયોગમાં સરળ ઈ-પેમેન્ટ સુવિધા હવે RazorpayX બેંક અને Axis બેંક સુધી વિસ્તૃત છે.

TallyPrime

નવીનતમ ફેરફાર મુજબ HSN સમરી સાથે તમારું GSTR-1 રીટર્ન ફાઇલ કરો

GSTR-1 (HSN સમરી) ના નવીનતમ સુધારા મુજબ, તેના ટેબલ 12 મા ટોટલ ટેક્સને બદલે ટેક્સની દર દર્શાવાનું રેહશે. TallyPrime નું આ રિલિઝ તમને આ ફેરફાર સાથે તમારા GSTR-1 રિટર્ન ફાઇલ કરવા સક્ષમ બનાવશે.

એક્સપોર્ટ કરેલા લેજર ગ્રુપ આઉટસ્ટેન્ડિંગમાં પાર્ટીની વિગતો

જ્યારે તમે લેજર ગ્રુપ આઉટસ્ટેન્ડિંગ રિપોર્ટને MS Excel ફાઇલમાં એક્સપોર્ટ કર્યો હતો, ત્યારે પાર્ટીની વિગતો અમુક ખૂટતી હતી.
આ ઈશ્યુ ઉકેલાઈ ગયો છે.

વેરીફિકેશન સ્ટેટ્સ સાથે વાઉચર રજિસ્ટર

વાઉચર રજિસ્ટરમાં, વાઉચર વેરીફિકેશન  હેઠળ, સિલેક્ટેડ વેરીફિકેશન સ્ટેટસમાં અમુક ટ્રાન્સેક્શન દેખાતા ન હતા.
આ ઈશ્યુ ઉકેલાઈ ગયો છે.

ઈ-મેઈલીંગ લેજર અને ગ્રુપ આઉટસ્ટેન્ડીંગ્સ

જ્યારે તમે પાર્ટીને ખાતાવહી અને ગ્રૂપ આઉટસ્ટેન્ડિંગ્સ ઈ-મેલ દ્વારા મોકલો  છો, ત્યારે જે પાર્ટી પાસે કોઈ બાકી લેણાં ન હતા તેઓને બ્લેન્ક રીપોર્ટ મળતો હતો.
આ ઈશ્યુ ઉકેલાઈ ગયો છે.

સેલ્સ ટ્રાન્ઝેક્શનમાં GST ગણતરી

જ્યારે તમે વાઉચર ક્લાસનો ઉપયોગ કરીને વેચાણ વ્યવહાર રેકોર્ડ કર્યો હતો, ત્યારે TallyPrime ટેક્સ મૂલ્યને ત્રણ દશાંશથી બે દશાંશ સાથે રાઉન્ડ ઓફ કરે છે. પરિણામે, ગણતરી કરેલ કરની રકમ 1 પૈસા ઓછી હતી.
આ ઈશ્યુ ઉકેલાઈ ગયો છે.

સેલ્સ ઇન્વોઇસમાં ડિલિવરીની શરતો

જ્યારે તમે સેલ્સ ઇન્વોઇસમાં ફેરફાર કર્યો અને ઓર્ડર નંબર આપ્યો ત્યારે ડિલિવરીની શરતોમાં માત્ર પ્રથમ લાઇન જ દેખાતી હતી.
આ ઈશ્યુ ઉકેલાઈ ગયો છે.

નેવીગેશનમાં પર્ફોર્મન્સ  એન્હાન્સમેન્ટસ

નેવિગેશનમાં પરફોર્મન્સ એન્હાન્સમેન્ટ્સ TallyPrime સાથેના તમારા અનુભવને વધુ આનંદદાયક બનાવશે. આ બધા માં ઓછી સેકંડ લાગશે:

  • ગેટવે ઓફ ટેલીથી ક્રેડિટ નોટ વાઉચર પર નેવિગેટ કરવામા
  • વાઉચરના પ્રકારો વચ્ચે સ્વિચ કરવામા
  • ખાતાવહીઓની યાદી દર્શાવવામા
  • ખરીદનારનું નામ બદલવામા
  • સપ્લાયર વિગતો સ્ક્રીન સ્વીકારવામા

TCS ટ્રાન્સેક્શનસ અને રિપોર્ટ્સ

ટીડીએલ સ્ટોરેજ એરર TCS વ્યવહારો અને રિપોર્ટ્સમાં દેખાય છે, જ્યારે વેચાણ વ્યવહારમાં TCS ફાળવણીનો ઉપયોગ સક્ષમ કરવામાં આવ્યો હતો.
આ ઈશ્યુ ઉકેલાઈ ગયો છે.

ઇ-વે બિલ સિસ્ટમ પર ડિલિવરી નોટ અપલોડ કરતી વખતે આવતી error

ઈ-વે બિલ સિસ્ટમ પર ડિલિવરી નોટ અપલોડ કરતી વખતે એક error આવતી. આવું ત્યારે થતું જ્યારે તમે ડિલિવરી નોટ રેકોર્ડ કરતી વખતે સબ ટાઈપ તરીકે અધર્સ સિલેક્ટ કરતા હતા.
આ ઈશ્યુ ઉકેલાઈ ગયો છે.

કોલમર રીપોર્ટમાં લેજરમાં ફેરફાર

જ્યારે તમે કોલમર રિપોર્ટમાં લેજર બદલ્યું ત્યારે રિપોર્ટની વિગતો રિફ્રેશ થતી ન હતી.
આ ઈશ્યુ ઉકેલાઈ ગયો છે.

મલ્ટી-વાઉચર પ્રિન્ટીંગમાં ઈ-વે બિલ નંબર

મલ્ટી-વાઉચર પ્રિન્ટિંગમાં, તમામ ઇન્વૉઇસમાં છેલ્લો ઇ-વે બિલ નંબર પ્રિન્ટ થયા કરતો હતો.
આ ઈશ્યુ ઉકેલાઈ ગયો છે.

TCS ડેબિટ નોટ TCS રીસીપ્ટ વાઉચર સાથે લિંક કરેલ નથી

TCS ડેબિટ નોટ્સ TCS રીસીપ્ટ વાઉચર સાથે લિંક થતી ન હતી.
આ ઈશ્યુ ઉકેલાઈ ગયો છે.

અરબીમાં છપાયેલ સેલ્સ ઇન્વોઇસમાં TRN

જ્યારે તમે અરબીમાં સેલ્સ ઈન્વોઈસ પ્રિન્ટ કરતા ત્યારે TRN દેખાતું ન હતું.
આ ઈશ્યુ ઉકેલાઈ ગયો છે.

ફેરફાર કરેલા ઇન્વોઇસમાં ઇ-વે બિલ નંબર

જ્યારે ઇનવોઇસમાં ફેરફાર કરવામાં આવ્યો ત્યારે ઇ-વે બિલ નંબર પ્રિન્ટમાં દેખાતો ન હતો.
આ ઈશ્યુ ઉકેલાઈ ગયો છે.

Post a Comment

Is this information useful?
YesNo
Helpful?