Explore Categories

 

 PDF

TallyPrime અને TallyPrime એડિટ લોગ માટે રીલીઝ નોટ 4.0 |નવું શું છે?

TallyPrime અને TallyPrime એડિટ લોગ રીલીઝ 4.0 તમારા માટે નીચેની બાબતો સાથે ખુશી અને ઉમંગ લાવે છે:

 • તમારા બિઝનેસ આર્ટિકલ્સ જેમ કે વાઉચર્સ અને રીપોર્ટ્સ WhatsApp દ્વારા પળવારમાં શેર કરવાની સુવિધા
 • MS Excel ફોર્મેટમાં જાળવવા માં આવેલા માસ્ટર્સ અને ટ્રાન્ઝેક્શનને ઇમ્પોર્ટ કરવાની એક સરળ રીત.
 • અદ્યતન ડેશબોર્ડ જે તમને તમારા બિઝનેસ હેલ્થ ની ઝડપી ઝલક આપે છે.

વધુમાં, મોડ્યુલમાં પ્રોડક્ટ ઈમ્પ્રુવમેન્ટ્સ જેવા કે GST અને પેમેન્ટ રીકવેસ્ટ  સાથે ઇન્વૉઇસમાં અગાઉ ના અને હાલના બેલેન્સને પ્રિન્ટ કરવાની સુવિધા અને અન્ય એન્હાન્સમેન્ટસ TallyPrime સાથેના તમારા અનુભવને ફળદાયી બનાવે છે.

તમે રીલીઝ નોટને હિન્દી (हिन्दी),  ગુજરાતી, બંગાળી (বাংলা), તેલગુ (తెలుగు), મલયાલમ (മലയാളം), કન્નડ (ಕನ್ನಡ), અને તમિલ (ಕನ್ನಡ) માં પણ વાંચી શકો છો.

હાઇલાઇટ્સ – TallyPrime અને TallyPrime એડિટ લોગ રીલીઝ 4.0

TallyPrime Release 4.0 નવી અને આકર્ષક સુવિધાઓ સાથે આવે છે જે તમારા અનુભવને વધુ આનંદદાયક બનાવશે.

 • બિઝનેસ માટે TallyPrime સાથે WhatsApp
 • MS Excel માંથી ડેટા ઇમ્પોર્ટ કરો
 • ગ્રાફિકલ ડેશબોર્ડ

બિઝનેસની વિગતોની ઝટપટ શેરિંગ | બિઝનેસ માટે TallyPrime સાથે WhatsApp

બિઝનેસ અને તેમના હિતધારકો વચ્ચે સીમલેસ અને કાર્યક્ષમ સંચારના મહત્વ ને ધ્યાનમાં રાખીને, TallyPrime Release 4.0 તમારા માટે વ્હોટ્સએપ ફોર બિઝનેસ દ્વારા ઇન્સ્ટન્ટ કોમ્યુનિકેશન પાવર ની શક્તિ લાવે છે. આ તમને ટેકનોલોજીની પ્રગતિનો લાભ લેવા અને બજાર પર શાસન કરતા કોમ્યુનિકેશન માં એન્હાન્સમેન્ટસ નો અનુભવ કરવામાં મદદ કરે છે.

બિઝનેસીસ TallyPrime થી એક અથવા વધુ પાર્ટી અથવા હિતધારકોને એક જ ક્લિકમાં સીધા દસ્તાવેજ મોકલી શકે છે. વિચારો કે તમે ફક્ત ક્વાર્ટર માટે તમારી બૂક્સ કલોઝડ કરી છે. તમે WhatsApp પર તમારા રોકાણકારો અને મુખ્ય હિતધારકોને ડિજિટલી હસ્તાક્ષરિત ફાઇનાન્શ્યલ નિવેદનો મોકલી શકો છો. એ જ રીતે, તમે WhatsApp દ્વારા તમારા  પાર્ટીને ઇન્વૉઇસ અને રિમાઇન્ડર પત્રો મોકલી શકો છો અને તેમના તરફથી WhatsApp દ્વારા જવાબો મેળવી શકો છો. આ રોકડ પ્રવાહને વધુ સારી રીતે સંચાલિત કરવામાં મદદ કરશે કારણ કે સંદેશાવ્યવહાર ત્વરિત છે.

જો તમારો બિઝનેસ ભારતમાં છે, તો તમારા સ્થાનિક પક્ષોને ઇન્વૉઇસમાં ચુકવણી URL અને WhatsApp દ્વારા મોકલવામાં આવેલા રિમાઇન્ડર લેટર્સ પર ક્લિક કરવાની રાહત પણ મળે છે.

WhatsApp હવે TallyPrime સાથે એકીકૃત રીતે સંકલિત છે. તમે TallyPrime માંથી વ્હોટ્સએપ ફોર બિઝનેસ સાથે સાઇન અપ કરી શકો છો અને એક જ વારમાં એક અથવા ઘણા પાર્ટી અથવા હિતધારકોને દસ્તાવેજ મોકલી શકો છો. જ્યારે TallyPrime ઈ-મેલ દ્વારા દસ્તાવેજ મોકલવા ની સુવિધા જાળવી રાખે છે, ત્યારે રિસીવર ક્યારે કોઈ મેઇલ જોશે અને તેના પર કાર્યવાહી કરશે તેની ચિંતા કરવાની જરૂર નથી.

કોઈપણ સોફ્ટવેર થી TallyPrime માં સરળ માઈગ્રેશન | MS Excel માંથી ડેટા ઇમ્પોર્ટ કરો

ઉચ્ચ વૉલ્યુમ ડેટા માટે મેન્યુઅલ ડેટા એન્ટ્રી એ કોઈપણ વ્યવસાય માટે દુઃસ્વપ્ન છે. મેન્યુઅલ એન્ટ્રી કરવામાં સમય વધુ લાગે છે એની ભૂલ થવાની સંભાવના પણ હોય છે .. તેને સંબોધવા માટે, TallyPrime Release 4.0 MS Excel માંથી સીમલેસ ઇમ્પોર્ટ પૂરી પાડે છે. આ XML ફાઇલો ઇમ્પોર્ટ કરવાના હાલના વિકલ્પ ઉપરાંત છે.

જેમ તમે અનુભવ્યું હશે, ઘણા સોફ્ટવેર ઉત્પાદન એક્સેલમાં ડેટા ના એક્સપોર્ટ ને મંજૂરી આપે છે. આ તમને Excel વર્કબુકમાં ડેટા મેળવવા અને TallyPrime પર ઇમ્પોર્ટ કરવા સક્ષમ બનાવે છે.

વ્હોટસ ઇન સ્ટોર:

 1. એક્સેલમાંથી માસ્ટર્સ અને વ્યવહારો વિના પ્રયાસે ઇમ્પોર્ટ કરો.
 2. કોઈપણ ડિફોલ્ટ ટેમ્પલેટ્સ/સૅમ્પલ એક્સેલ ફાઇલ નો ઉપયોગ કરો.
 3. કોઈપણ એક્સેલ વર્કબુકમાં ક્યુરેટ કરેલ ડેટા લો અને તેને TallyPrimeના ફીલ્ડ માં મેપ કરો, ફોર્મેટ અથવા ઓર્ડર ને ધ્યાનમાં લીધા વગર.
 4. ઇમ્પોર્ટ કરતી વખતે બનાવેલ લૉગ્સમાંથી ઇમ્પોર્ટ દરમિયાન થયેલી ભૂલો ને ઓળખો.

 ફાઇનાન્શ્યલ ઇનસાઇટ્સ બનાવવા માટે વિઝ્યુઅલ ટૂલ | ગ્રાફિકલ ડેશબોર્ડ

તમે સાહજિક ફોર્મેટનો ઉપયોગ કરીને બિઝનેસ માહિતીનું વિશ્લેષણ કરવા માટે TallyPrime માં ડેશબોર્ડ્સનો ઉપયોગ કરી શકો છો. ડિફૉલ્ટ રૂપે પ્રદાન કરેલા વેચાણ અને ખરીદી ડેશબોર્ડ સિવાય, તમે વિવિધ ડેશબોર્ડ બનાવી શકો છો. તમારી જરૂરિયાતો ના આધારે, તમે અલગ-અલગ ટાઈલ્સ તરીકે અલગ-અલગ રિપોર્ટ્સનો સમાવેશ કરી શકો છો, વિવિધ આવશ્યકતાઓને પૂરી કરવા માટે દરેક ટાઇલને જરૂર મુજબ ગોઠવી શકો છો અને દરેક ટાઇલ સાથે ક્રિયા પ્રતિક્રિયા કરી શકો છો. પછી ભલે તમે વ્યવસાય ના માલિક, ફાઇનાન્સ મેનેજર અથવા સલાહકાર હોવ, ડેશબોર્ડ તમને ડેટા આધારિત નિર્ણયો લેવાની સશક્તિકરણ આપે છે જે વૃદ્ધિ અને સફળતાને પ્રોત્સાહન આપે છે. તમે તમારા રોકડ પ્રવાહ ને મૉનિટર કરવા, આવકના વલણોને ટ્રેક કરવા, ખર્ચ પેટર્નનું વિશ્લેષણ કરવા અને તમારી પસંદગી ના સમયગાળા માટે તમારી ફાઇનાન્શ્યલ સ્થિતિ અને ખાતાકીય બેલેન્સનો વ્યાપક દૃષ્ટિકોણ મેળવવા માટે વિવિધ ટાઇલ્સમાં ગ્રાફ/ચાર્ટનો ઉપયોગ કરી શકો છો.

TallyPrime માં ડેશબોર્ડ સુગમતા આપે છે:

 1. ટાઈલ્સ ઉમેરો અથવા ટાઈલ્સ છુપાવો, દરેક ટાઇલને સ્વતંત્ર રીતે ગોઠવો, ડેટા પોઇન્ટ શામેલ કરો અથવા બાકાત કરો, વગેરે.
 2. વપરાશકર્તા અધિકારોના આધારે ડેશબોર્ડ્સનો ઍક્સેસને પ્રતિબંધિત કરો. જો ચોક્કસ વપરાશકર્તાઓએ ચોક્કસ ટાઇલ્સની ઍક્સેસને પ્રતિબંધિત કરી હોય, તો આવી ટાઈલ્સ તે વપરાશકર્તાઓએ માટે ડેશબોર્ડ નો ભાગ બનશે નહીં.
 3. વિવિધ હેતુઓ માટે વિવિધ ડેશબોર્ડ્સ બનાવો, તમારી પસંદગીઓ અનુસાર ટાઈલ્સ ગોઠવો અને દૃશ્યો સાચવો.
 4. જ્યારે તમે કોઈ કંપની ખોલો ત્યારે હોમ સ્ક્રીન તરીકે ડેશબોર્ડ લોડ કરો.
 5. ઈ-મેલ અથવા WhatsApp દ્વારા હિતધારકો સાથે પ્રિન્ટ, એક્સપોર્ટ અને શેર કરો.

 પ્રોડક્ટ સુધારણા TallyPrime અને TallyPrime એડિટ લોગ રીલીઝ નોટ 4.0

ઈન્વોઈસમાં અગાઉ ની અને વર્તમાન બૅલેન્સ પ્રિન્ટ કરવી

ઇન્વૉઇસ પ્રિન્ટિંગ હવે વધુ પરિણામલક્ષી છે, કારણ કે તમે પ્રિન્ટિંગ સમયે લાગુ પડતી અગાઉ ની અને વર્તમાન બૅલેન્સ ધરાવતી પાર્ટી માટે ઇન્વૉઇસ પ્રિન્ટ કરી શકો છો.

QRMP ડીલર્સ માટે સિંગલ JSON ફાઇલમાં એક ક્વાર્ટર માટે GSTR-3B એક્સપોર્ટ

QRMP ડીલરો હવે એક જ JSON ફાઇલમાં એક ક્વાર્ટર માટે GSTR-3B એક્સપોર્ટ કરી શકે છે અને પછી GSTR-3B ફાઇલ કરવા માટે GST પોર્ટલ પર અપલોડ કરી શકે છે.

GSTR-B ના ઇનપુટ ટેક્સ ક્રેડિટ સેકશન અંતર્ગત પાર્ટીના GSTIN/UIN

જ્યારે તમે ઇનપુટ ટેક્સ ક્રેડિટ ઉપલબ્ધ વિભાગ માંથી ડ્રિલ ડાઉન કરો છો અને પાર્ટી મુજબ વાઉચર જુઓ છો, ત્યારે તમને પાર્ટી GSTIN/UIN પણ જોવા મળશે.

TallyPrime માંથી TallyEdge ને એક્સપ્લોર કરો

TallyEdge ને એક્સપ્લોર કરવું – તમારા ગો-ટુ એકાઉન્ટ એગ્રીગેટર – હવે બધું સરળ છે, કારણ કે તમે TallyPrime માં એક્સ્ચેન્જ મેનૂ દ્વારા તેનું અન્વેષણ કરવા આગળ વધી શકો છો.

એક્સપ્લોર TallyPrime પાવર્ડ બાય AWS ફ્રોમ TallyPrime

AWS દ્વારા સંચાલિત TallyPrime ને એક્સપ્લોર કરવું હવે વધુ સરળ છે, કારણ કે તમે TallyPrime માં હેલ્પ મેનૂમાંથી તેના વિશે જાણી શકો છો.

RCM માં GST લેજર્સ અને અનરજિસ્ટર્ડ ડીલર્સ (URD) સાથે વ્યવહારો

તમે હવે RCM પરચેઝ વાઉચરમાં GST લેજર ઉમેરી શકો છો અને URD માંથી પરચેઝ કરી શકો છો અને ખાતરી રાખો કે આ વાઉચર રીટર્નમાં સામેલ કરવામાં આવશે નહીં.

નવીનતમ FVU ટૂલ 8.2  મુજબ TDS અને TCS રીટર્નની એક્સપોર્ટ

હવે તમે નવીનતમ FVU ટૂલ 8.2 અનુસાર નીચેના રીટર્ન રીપોર્ટ્સ ને એક્સપોર્ટ કરી શકો છો:

 • Salary TDS Form 24Q
 • TDS Form 26Q
 • TDS Form 27Q
 • TCS Form 27EQ

 GSTR-1 ડૉક્યુમેન્ટ સમરી માં રદ કરાયેલ વાઉચર્સ ની સંખ્યા

જ્યારે તમે એક અથવા વધુ વેચાણ ઇન્વૉઇસેસ રદ કરો છો ત્યારે તમામ મહિનાના રદ કરાયેલ વાઉચર્સની ગણતરી GSTR-1 દસ્તાવેજ સમરી માં સામેલ કરવામાં આવશે.

GST દર ને ઓવરરાઇડ કર્યા પછી GST રકમનું અપડેટ

જો તમે GST દર ને ઓવરરાઇડ કરો તો પણ વાઉચરમાં GST રકમનું અપડેટ એ સ્યુરીટી છે.

જો આઇટમ એલોકેશન કોન્ફિગ્યુરેશન માટે સામાન્ય ખાતાવહીનો ઉપયોગ કરો વિકલ્પ ના પર સેટ કરેલ હોય, તો પણ તમે હવે GST દર ને એકીકૃત રીતે ઓવરરાઇડ કરી શકશો અને GST રકમ અપડેટ કરવામાં આવશે.

જોબ વર્ક આઉટ ઓર્ડર માં કંપની GSTIN/UIN ની પ્રિન્ટીંગ

GSTIN/UIN હવે જોબ વર્ક આઉટ ઓર્ડર્સમાં પ્રિન્ટ થશે.            

 1. બહુવિધ GST નોંધણીઓના કિસ્સામાં, GST નોંધણી (વાઉચર બનાવતી વખતે પસંદ કરેલ) અને રાજ્ય કોડ પ્રિન્ટ કરવામાં આવશે.
 2. એકજ GST નોંધણીના કિસ્સામાં, તમે વધુ વિગતોનો ઉપયોગ કરીને GSTIN/UIN અને રાજ્ય કોડ વિગતો દાખલ કરી શકશો અને તે જ પ્રિન્ટ કરી શકશો.

GSTR-1 HSN સમરી ની એક્સપોર્ટ કરેલ MS Excel અને CSV માં કુલ મૂલ્ય ક્ષેત્ર

GSTR-1 HSN સમરીના MS Excel અથવા CSV ની એક્સપોર્ટ કરવાનો અનુભવ હવે ઘણો સારો છે.

કુલ મૂલ્ય ફીલ્ડ હવે કુલ GST રકમ સાથે પ્રદર્શિત થશે, પછી ભલે તમે GSTR-1 HSN સારાંશ ને MS Excel અથવા CSV ફાઇલ તરીકે એક્સપોર્ટ કરો.

GSTR-3B ના નેચર વ્યુમાં અમુક વ્યવહારોમાં કરપાત્ર અને કરની રકમ બે ગણી

અગાઉ, જ્યારે બે અલગ-અલગ વિભાગોમાં ટ્રાન્ઝેક્શનનો સમાવેશ થતો હતો, ત્યારે કરપાત્ર અને કરની રકમ બે ગણી થઈ જતી હતી.

નેચર વ્યુમાં GSTR-3B જોવાનું હવે ઘણું સરળ છે, કારણ કે તમે યોગ્ય કરપાત્ર અને કરની રકમ જોઈ શકશો.

GSTR-3B માં સેવાઓની ઇમ્પોર્ટ માટે રેકોર્ડ કરેલ વાઉચર્સ

ઇમ્પોર્ટ ઓફ સર્વિસિસ હેઠળ રેકોર્ડ થયેલા વાઉચર્સ કે જે ટેક્સ એક્ઝેમ્પ્ટેડ છે તે હવેથી ફક્ત 4 A  માં શામેલ છે.. ઇનપુટ ટેક્સ ક્રેડિટ ઉપલબ્ધ વિભાગમાં જ સમાવિષ્ટ થશે અને તે 3.1d નો ભાગ નહીં હોય. ઇનવર્ડ સપ્લાય (રિવર્સ ચાર્જ માટે લાગુ) વિભાગ.

GSTR-1 ની સીમલેસ એક્સપોર્ટ જ્યારે અન્ય સોફ્ટવેર થી ડેટા ઇમ્પોર્ટ કરવામાં આવ્યો હતો.

TallyPrime થી GSTR-1 ની એક્સપોર્ટ હવે સીમલેસ છે, જ્યારે ડેટા અન્ય સોફ્ટવેરમાંથી પણ ઇમ્પોર્ટ કરવામાં આવે છે.

ખરીદ વાઉચર આને બિલ ઓફ એન્ટ્રી નંબર એક સરખા

તમે હવે એક જ બિલ ઓફ એન્ટ્રી નંબર સાથે એક કરતાં વધુ ખરીદી વાઉચર રેકોર્ડ કરી શકો છો અને વ્યવહારો વળતરમાં સામેલ થશે.

UoM લાગુ ન હોય ત્યારે GST પોર્ટલ પર વાઉચર અપલોડ કરો

તમે હવે સ્ટૉક આઇટમ્સ સાથે વાઉચર અપલોડ કરી શકો છો જ્યાં નીચેની સુવિધાઓ સાથે માપનનું એકમ લાગુ પડતું નથી:

 • માલ માટે બનાવેલ વાઉચર UoM ને OTH તરીકે દર્શાવશે.
 • સેવાઓ માટે બનાવેલ વાઉચર UoM ને NA તરીકે દર્શાવશે.

GST ડેટા સાથે વાઉચર ની સીમલેસ રચના

GST-સંબંધિત માહિતી સાથે વાઉચર બનાવવું હવે ઘણું સરળ છે, કારણ કે વાઉચર બનાવતી વખતે તમને કોઈ પડકારો અથવા ભૂલોનો સામનો કરવો પડશે નહીં.

ODBC દ્વારા એક્સપોર્ટ કરાયેલ એક્સેલ ફાઇલમાં HSN/SAC, વર્ણન અને પાર્ટી GSTIN

જ્યારે ODBC દ્વારા એક્સપોર્ટ કરવામાં આવે ત્યારે HSN/SAC, વર્ણન અને પાર્ટી GSTIN MS Excel ફાઇલનો ભાગ ન હતા.

આ મુદ્દો ઉકેલાઈ ગયો છે.

HSN/SAC ની લંબાઈ ને ધ્યાનમાં લીધા વિના TallyPrime નું સરળતાથી ચાલવું

જ્યારે તમે GSTR-1 અને GSTR-3B ખોલશો ત્યારે TallyPrime હવે સરળતાથી ચાલવાનું ચાલુ રાખશે, પછી ભલેને વ્યવહારોમાં HSN/SAC ની લંબાઈ 1024 અક્ષરો કરતાં વધી જાય.

TallyPrime રીલીઝ 4.0 પર ખામી રહિત માઈગ્રેશન

જો તમે TallyPrime Release 2.1 અથવા તેના પહેલાની રીલીઝ નો ઉપયોગ કરી રહ્યાં છો, તો હવે તમે મેમરી-સંબંધિત ભૂલો કે જે નીચેના કારણોસર થતી હતી તેના વિના તમારા કંપનીના ડેટાને TallyPrime પર સીમલેસ માઈગ્રેશન કરવામાં સમર્થ હશો:

 • કંપનીના ડેટાનું કદ અથવા વાઉચર્સની સંખ્યા મોટી છે.
 • વાઉચર્સમાં સ્લેબ-આધારિત દરો સાથે સ્ટૉક વસ્તુઓ અથવા સેવાઓનો સમાવેશ થાય છે, જ્યાં સ્લેબ ગણતરી ગોઠવણી માટે ખર્ચ શામેલ કરો સક્ષમ છે.

જો કે, જો તમે TallyPrime Release 3.0 અથવા 3.0.1 પર કામ કરી રહ્યા છો, તો તમારે માઈગ્રેશન પ્રક્રિયા કરવાની જરૂર રહેશે નહીં. તમે માત્ર TallyPrime Release 4.0 માં તમારો કંપનીનો ડેટા લોડ કરી ને તમારું કાર્ય ચાલુ રાખી શકો છો.

UPI મારફત આવેલી પેમેન્ટ રીકવેસ્ટ ની આંશિક ચુકવણી

જ્યારે તમે UPI દ્વારા ચૂકવણીની વિનંતી મોકલશો ત્યારે તમારા ખરીદદાર હવે રકમમાં ફેરફાર કરી શકશે અને આંશિક ચુકવણી કરી શકશે.

કેશ લેજર દ્વારા પેમેન્ટ ની ટ્રાન્ઝેક્શન રીકવેસ્ટ માટેના QR કોડ્સ

જો કેશ લેજર સાથે ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરવામાં આવ્યો હોય તો પણ હવે ચૂકવણીની વિનંતી માટેનો QR કોડ જનરેટ થશે.

જ્યારે GST  ડિસેબલ્ડ હોય ત્યારે સરળ ઇન્વૉઇસ ફોર્મેટમાં ચૂકવણીની વિનંતી માટે QR કોડ પ્રિન્ટ કરવો

તમે હવે સરળ ઇન્વૉઇસ ફોર્મેટમાં ચૂકવણીની વિનંતી માટે QR કોડ પ્રિન્ટ કરી શકશો, ભલે F11 (કંપની સુવિધાઓ) હેઠળ GST ડિસેબલ્ડ હોય.

પ્રિન્ટિંગ પહેલા પેમેન્ટ લિંક જનરેટ કરવી

જ્યારે તમે વાઉચર બનાવો છો, ત્યારે TallyPrime હવે પ્રિન્ટિંગ પહેલા તમને પેમેન્ટ લિંક જનરેટ કરવા માટે પ્રોમ્પ્ટ આપશે.

આ ત્યારે થશે જ્યારે વાઉચર સેવ કર્યા પછી પેમેન્ટ લિંક/QR કોડ જનરેટ કરો અને વાઉચર ટાઈપ માસ્ટર માં સેવ કર્યા પછી વાઉચર પ્રિન્ટ કરો.

પ્રિન્ટિંગ પહેલા પેમેન્ટ લિંક જનરેટ કરવાથી ખાતરી થાય છે કે પ્રિન્ટર માં પેમેન્ટ રીકવેસ્ટ માટે પેમેન્ટ લિંક અને QR કોડ બંને છે.

સીમલેસ ઈ-ઈનવોઈસ જનરેશન

ઈ-ઈનવોઈસ જનરેશન હવે ઘણું વધારે સીમલેસ છે, કારણ કે તમે હવે નીચેની પરિસ્થિતિમાં સફળતાપૂર્વક ઈ-ઈનવોઈસ જનરેટ કરી શકો છો:

 • ઇન્વૉઇસમાં કન્સાઇની તરીકે સરકારી એન્ટિટી છે.
 • ઇ-વે બિલ માટે આંતર રાજ્ય વ્યવહાર લાગુ પડતો નથી.

તદુપરાંત, જ્યારે તમે માલનું વેચાણ અથવા સર્વિસ ના વેચાણ માટે ઈ-ઈનવોઈસ જનરેટ કરો છો ત્યારે તમને ValDtls ફીલ્ડ આવશ્યક ભૂલનો સામનો કરવો પડશે નહીં.

મલ્ટિ-ઈનવોઈસ પ્રિન્ટિંગ માટે સેલ્સ ઈન્વોઈસમાં QR કોડ

QR કોડ સાથે મલ્ટિ-ઈનવોઈસ પ્રિન્ટિંગ હવે દોષરહિત છે.

જ્યારે તમે બહુવિધ સેલ્સ ઇન્વૉઇસેસ પ્રિન્ટ કરો છો, ત્યારે તમામ ઇન્વૉઇસમાં હવે QR કોડ હશે.

ઈ-ઈનવોઈસ સાથે ઈ-વે બિલ પ્રિન્ટીંગ

જ્યારે તમે ઈ-ઈનવોઈસ (ઈનવોઈસ કોન્ફિગ્યુરેશનમાં F12 હેઠળ) સાથે ઈ-વે બિલ પ્રિન્ટીંગ સક્ષમ કર્યું હોય, ત્યારે રૂપરેખાંકન માત્ર એક જ ઈન્વોઈસ પર લાગુ થાય છે.

કોન્ફિગ્યુરેશન હવે તમામ ઇન્વૉઇસેસ પર લાગુ થશે, પછી ભલે તમે TallyPrime બંધ કરો અથવા બીજી કંપની લોડ કરો.

ક્લાયન્ટ કમ્પ્યુટર પર કામ કરતી વખતે ડિલિવરી નોટ્સમાં ઓર્ડર નંબરની પસંદગી

મલ્ટિ-યુઝર એન્વાયર્નમેન્ટના ક્લાયન્ટ કમ્પ્યુટરમાં, ડિલિવરી નોટ બનાવતી વખતે પાર્ટીનો ઓર્ડર નંબર પસંદ કરવામાં જે સમય લાગતો તે અપેક્ષા કરતાં વધુ હતો.

ઉન્નત પ્રદર્શન સાથે, તમે પળવારમાં ઓર્ડર નંબર પસંદ કરી શકશો.

બ્રાઉઝરમાંથી ડાઉનલોડ કર્યા પછી સેલ્સ ઇન્વૉઇસનું શીર્ષક

જ્યારે તમે બ્રાઉઝરમાંથી સેલ્સ ઇન્વૉઇસ ડાઉનલોડ કરો છો, ત્યારે ઇન્વૉઇસનું ટાઈટલ ટેક્સ ઇન્વૉઇસમાંથી બિલ ઑફ સપ્લાયમાં બદલાય છે.

જ્યારે તમે તેને બ્રાઉઝરમાંથી ડાઉનલોડ કરશો ત્યારે સેલ્સ ઇન્વૉઇસનું ટાઈટલ હવે ટેક્સ ઇન્વૉઇસ તરીકે જાળવી રાખવામાં આવશે.

રૂ. 7,00,000 અને રૂ. 7,27,777 વચ્ચેની કરપાત્ર આવક ધરાવતા કર્મચારીઓ માટે માર્જિનલ કર રાહત.

માર્જિનલ કર રાહત હવે માત્ર એવા કર્મચારીઓને જ લાગુ પડે છે કે જેમણે રૂ. 7,00,000 અને રૂ. 7,27,777 ની વચ્ચે કરપાત્ર આવક સાથે નવી કર વ્યવસ્થા પસંદ કરી છે.

સબ-ગ્રુપ હેઠળ બનાવેલ ખાતાવહી સાથે ઇન્વૉઇસમાં GCC VAT  વિગતો

જ્યારે તમે ફિક્સ્ડ એસેટ્સ જેવા સબ-ગ્રુપ હેઠળ બનાવેલ ખાતાવહીનો ઉપયોગ કર્યો હતો, ત્યારે GCC VAT વિગતો જાળવી રાખવામાં આવી ન હતી.

હવે તમારી પાસે GCC VAT વિગતો સાથે ઇન્વૉઇસ બનાવવાનો સરળ અનુભવ હશે, કારણ કે ખાતાવહી અને તેના પેટા-જૂથને ધ્યાનમાં લીધા વિના, GCC VAT વિગતો જાળવી રાખવામાં આવશે.

TallyHelpwhatsAppbanner
Is this information useful?
YesNo
Helpful?