TallyPrime અને TallyPrime Edit Log રીલીઝ 6.0 માટે રીલીઝ નોટ| નવું શું છે!
English | हिन्दी | বাংলা | తెలుగు | मराठी | ಕನ್ನಡ | മലയാളം
TallyPrime 6.0 એ રોમાંચક નવી ક્ષમતા સાથે ટ્રાન્સફૉર્મડ બેંકિંગ અનુભવ લૉન્ચ કરી રહ્યું છે: કનેક્ટેડ બેંકિંગ. બેંક સ્ટેટમેન્ટ નો ઉપયોગ કરીને એનહેન્સડ બેંક રીકંસાઇલીએશન અને ઓટોમેટેડ એકાઉન્ટિંગ સાથે, તમે હવે તમારા વ્યવસાયના વિકાસ માટે ગુણવત્તા યુક્ત સમય ફાળવી શકો છો.
મજબૂત ભૂલ ચકાસણી સાથે, ડેટા સ્પ્લિટ પણ હવે વધુ સરળ છે. તમે નવી પ્રોફાઈલ સુવિધા નો મહત્તમ ઉપયોગ કરી શકો છો, જ્યાં તમે સરળતાથી તમારી સંપર્ક વિગતો અપડેટ કરી શકો છો અને સમયસર સંચાર પ્રાપ્ત કરી શકો છો.
વધુમાં, TallyPrime હવે ફાઇનાન્સ બિલ 2025-26 મુજબ નવીનતમ આવકવેરા સ્લેબ દરો અને HSN સમરી ના ફેઝ III ને પણ સમર્થન આપે છે, જેમાં B2B અને B2C સપ્લાયનું વિભાજન છે. GCC દેશોમાં, વ્યવસાયો VAT સાથે અથવા વગર દ્વિભાષી ઇન્વૉઇસ છાપી શકે છે.
તમને GST, TDS, અને VATમાં ઘણા બધા એન્હાન્સમેન્ટસ પણ મળે છે, જે TallyPrime સાથેના તમારા અનુભવને વધુ ફળદાયી બનાવશે.
તમારા વ્યવસાય માટે બેંકિંગ નું પરિવર્તન કરો
TallyPrime Release 6.0 એ એનહેન્સડ બેંક રીકંસાઇલીએશન અને કનેક્ટેડ બેંકિંગ સાથે બેંકિંગ ને આનંદદાયક બનાવે છે. એનહેન્સડ બેંક રીકંસાઇલીએશન બેંક વ્યવહારો સાથે બુક્સ ના વ્યવહારોને મેચ કરવા માટે અસંખ્ય સુવિધાઓ પ્રદાન કરે છે, જે તમારી બુક્સ ને તમારી બેંક સાથે સિંક રાખે છે. કનેક્ટેડ બેંકિંગ તમને વિવિધ બેંકિંગ પ્રવૃત્તિઓ માં ખર્ચવામાં આવતો સમય અને મહેનત ઘટાડવામાં મદદ કરે છે.
કી ફીચર્સ
- એનહેન્સડ બેંક રીકંસાઇલીએશન: ઓટોમેટિકલી એકજેટ મેચ exact matches (
) કરીને સમય બચાવો અને એકયુરસી સુધારો.. તમને તમારા બૂક ટ્રાનજેક્શન સાથે સંભવિત મેચ માટે સ્માર્ટ સૂચનો પણ મળે છે.
- બેંક સ્ટેટમેન્ટ નો ઉપયોગ કરીને ઑટોમેટિક એકાઉન્ટિંગ: માત્ર થોડા ક્લિક્સમાં બેંક ડેટા નો ઉપયોગ કરીને વાઉચર્સ બનાવો. આ પુનરાવર્તિત ડેટા એન્ટ્રી ને દૂર કરે છે અને એકાઉન્ટિંગ ને સરળ બનાવે છે.
- ઇન્ટિગ્રેટેડ પેમેન્ટ અને એકાઉન્ટિંગ: ઈ-પેમેન્ટ્સ હવે એક નવા અને સરળ રીપોર્ટ સાથે આવે છે, જે એકાઉન્ટિંગ અને રીકંસાઇલીએશન ને એકીકૃત કરે છે. આ 18 થી વધુ બેંકો માટે તમારા ઇ-પેમેન્ટ્સ ની ફ્લેક્સિબિલિટી અને બહેતર ટ્રેકિંગ ને સક્ષમ કરે છે.
- કનેક્ટેડ બેંકિંગ: કેશ ફલો વિઝીબીલીટી માં સુધારો કરો અને કનેક્ટેડ બેંકિંગ સાથે ઝડપી નિર્ણયો સક્ષમ કરો. તમારા બેંક ખાતાઓને ઉચ્ચ સ્તર ની સુરક્ષા સાથે TallyPrime સાથે કનેક્ટ કરો અને TallyPrimeમાં સીધા જ રીઅલ-ટાઇમ બેંક સ્ટેટમેન્ટ અને બેલેન્સને ઍક્સેસ કરો.
એનહેન્સડ બેંક રીકંસાઇલીએશન
એનહેન્સડ બેંક રીકંસાઇલીએશન તમારી બુક્સ અને બેંક વ્યવહારો વચ્ચે બુદ્ધિશાળી મેચિંગને સક્ષમ કરે છે.
- બેંક સ્ટેટમેન્ટ આયાત કરતી વખતે ચોક્કસ મેચ નું સ્વતઃ રીકંસાઇલીએશન કરો અથવા પછીથી તેમને રીકંસાઇલીએશન કરવાનું પસંદ કરો. તમે આને તમારા બેંક ખાતાવહીમાં સરળતાથી ગોઠવી શકો છો.
- તમારા વ્યવસાયની જરૂરિયાતો અનુસાર સંભવિત મેચ માટે નિયમો સેટ કરો. આ મેળ ખાતા વ્યવહારો ના સરળ રીકંસાઇલીએશન માં મદદ કરે છે.
- અનરીકંસાઇલડ ટ્રાનજેક્શન માંથી સિંગલ અથવા મલ્ટીપલ ટ્રાનજેક્શન નું મેચ શોધો.
- રીકંસાઇલીએશન માટે, બેંકમાંથી એક અથવા બહુવિધ વ્યવહારો સામે તમારા બુક્સમાં થી એક અથવા બહુવિધ વ્યવહારો પસંદ કરો.
- જો તમે મેન્યુઅલ રીકંસાઇલીએશન પસંદ કરો છો, તો તમે પહેલાની જેમ તમારા વ્યવહારો જાતે જ રીકંસાઇલીએશન કરવાનું ચાલુ રાખી શકો છો.
- જો તમે પ્રથમ વખત રીકંસાઇલીએશન કરી રહ્યા છો, તો તમે રીકંસાઇલીએશન ની તારીખ સેટ કરી શકો છો અને ઓપનિંગ BRS રીપોર્ટમાં અનરીકંસાઇલડ Opening BRS (
) ઉમેરી શકો છો. આ વ્યવહારો પછી બેંક રીકંસાઇલીએશન અહેવાલ માં દેખાશે અને રીકંસાઇલીએશન માટે તૈયાર છે.
- જો તમે કોઈ કંપનીને વિભાજિત કરો છો, તો અનરીકંસાઇલડ બુક્સ અને બેંક ટ્રાનજેક્શન ઓપનિંગ BRS રીપોર્ટમાં આપમેળે દેખાશે.
વધુ જાણવા માટે, બેંક રીકંસાઇલીએશન વિષયનો સંદર્ભ લો.
બેંક સ્ટેટમેન્ટ નો ઉપયોગ કરીને ઓટોમેટેડ વાઉચર બનાવવું
ઇમ્પોર્ટેડ બેંક સ્ટેટમેન્ટ ની એન્ટ્રી નો ઉપયોગ કરીને એક સાથે અનેક વાઉચર બનાવો. ઓટોમેટેડ વાઉચર ક્રિએશન ગ્રેટ ફ્લેક્સિબિલિટી સાથે આવે છે, જે તમે કરી શકો છો:
- સામાન્ય અથવા અલગ ખાતાવહી વડે વાઉચર બનાવો multiple vouchers (
).
- એકીકૃત રકમ સાથે વાઉચર બનાવવા માટે બહુવિધ વ્યવહારોને મર્જ કરો.
વધુ શું છે, તમામ મુખ્ય માહિતી, જેમ કે વર્ણન, સાધન નંબર, સાધનની તારીખ અને રકમ, આપોઆપ ભરાઈ જાય છે. આ સમય અને પ્રયત્નને નોંધપાત્ર રીતે ઘટાડે છે.
નવા અને સુધારેલ બેંકિંગ રીપોર્ટ્સ
બેંક રીકંસાઇલીએશન ને નવા અને એનહેન્સડ અહેવાલો જેમ કે બેંકિંગ પ્રવૃત્તિઓ, બેંક રીકંસાઇલીએશન સારાંશ અને બેંક રીકંસાઇલીએશન સાથે વધુ સરળ બનાવવામાં આવે છે.
- નવો બેંકિંગ એક્ટિવિટીઝ રીપોર્ટ તમારા તમામ બેંક લેજર્સ નું વિહંગાવલોકન પ્રદાન કરે છે. તમે બેંક રીકંસાઇલીએશન અને ઈ-પેમેન્ટ્સ સંબંધિત બાકી કાર્યવાહી જોઈ શકો છો. e-Payments (
).
- બેંકિંગ એક્ટિવિટીઝ માં, તમે ચોક્કસ બેંકો માટે બેંક રીકંસાઇલીએશન સમરી ને ડ્રિલ ડાઉન કરી શકો છો. રીપોર્ટમાં બુક અને બેંક બૅલેન્સ, ઉપાડ, ડિપોઝિટ અને અસંબંધિત ઈ-પેમેન્ટ્સ દર્શાવવામાં આવ્યા છે.
- બેંક રીકંસાઇલીએશન સમરી માં અસંબંધિત વ્યવહારોમાં થી, તમે બેંક રીકંસાઇલીએશન અહેવાલ માં ડ્રિલ ડાઉન કરી શકો છો. આ તમને તમારા બુક્સ અને બેંક વ્યવહારોને ખૂબ જ સરળતા સાથે સંચાલિત કરવા અને રીકંસાઇલીએશન કરવા સક્ષમ બનાવે છે.
- બેંકિંગ ઍક્ટિવિટીસ માંથી, તમે ઈ-પેમેન્ટ રિપોર્ટ જોવા માટે પણ ડ્રિલ ડાઉન કરી શકો છો, જે એકદમ નવા દેખાવ સાથે આવે છે. TallyPrime માંથી એક્સપોર્ટ કરતા પહેલા કોઈપણ વિગતો સુધારવા અથવા ચુકવણીની સ્થિતિ તપાસવા માટે આગળ ડ્રિલ કરો.
- લેજર વાઉચર અને ડે બુક જેવા રીપોર્ટ્સ માં હવે બેંકિંગ-સંબંધિત ડેટા નો સમાવેશ થાય છે, જેમ કે એકાઉન્ટ નંબર, ચુકવણી પદ્ધતિઓ અને વ્યવહારની વિગતો. આનાથી ટ્રાન્ઝેક્શન્સ ની ઇન્સ્ટ્રુમેન્ટ નંબર અને તારીખ સાથે ચુકવણી અને રીકંસાઇલીએશન ની સ્થિતિને વધુ સારી રીતે ટ્રેક કરવામાં મદદ મળે છે.
વધુ જાણવા માટે, બેંક રીકંસાઇલીએશન વિષયનો સંદર્ભ લો.
એક સુરક્ષિત અને વર્સેટાઈલ કનેક્ટેડ બેંકિંગ અનુભવ
કનેક્ટેડ બેંકિંગ સાથે, તમારે તમારા બેંક એકાઉન્ટ્સને ઍક્સેસ કરવા માટે બહુવિધ બેંક પોર્ટલ પર લૉગ ઇન કરવાની જરૂર નથી login to Connected Banking (). તમારા Tally.NET ક્રેડેન્શિયલ નો ઉપયોગ કરીને કનેક્ટેડ બેંકિંગ માં સિંગલ, સુરક્ષિત લોગિન સાથે, તમે તમારા બધા બેંક ખાતાઓને TallyPrime સાથે જોડી શકો છો. connect all your bank accounts to TallyPrime (
).
પછી તમે આ કરી શકો છો:
- થોડી જ સેકન્ડ માં TallyPrime પરથી બેંક બૅલેન્સ ચેક કરો Check bank balances (
). જ્યારે તમે વેન્ડર્સ ને પેમેન્ટ મોકલવા માગતાં હો ત્યારે આ તમને તમારું બેંક બૅલેન્સ તરત જ જોવામાં મદદ કરે છે અને તમારા બુક્સ અને બેંક ખાતા વચ્ચેના બેલેન્સની તુલના કરવામાં મદદ કરે છે.
વધુ શું છે, તમે લેજર વાઉચર્સ અને ગ્રુપ સમરી જેવા રિપોર્ટ્સમાં બેંક બૅલેન્સ જોઈ શકો છો.
- બેંક સ્ટેટમેન્ટ ઓનલાઈન મેળવો Get bank statement online (
) અને બેંક રીકંસાઇલીએશન માટે તેનો ઉપયોગ કરો
વધુ જાણવા માટે, કનેક્ટેડ બેંકિંગ Connected Banking વિષયનો સંદર્ભ લો.
બેંકિંગ માં અન્ય એન્હાન્સમેન્ટસ
તમારી કંપની બુક્સ માં બેંક ડેટા
તમે ભારતમાં 145 થી વધુ બેંકો અને સમગ્ર એશિયા, આફ્રિકા અને ઉત્તર અમેરિકાની 80 બેંકો માટે બેંક ડેટા આયાત કરી શકો છો. આયાત કરેલ બેંક વિગતો તમારા ઝડપી સંદર્ભ અને સમાધાન માટે તમારી કંપનીના ડેટામાં સંગ્રહિત થાય છે, જે ઓડિટને સરળ બનાવે છે.
ઈ-પેમેન્ટ્સ માટે ઈ-ફંડ ટ્રાન્સફર મોડ
ઈ-પેમેન્ટ્સ માટે, તમારી પાસે હવે વાઉચર ની રકમ મુજબ ઈ-ફંડ ટ્રાન્સફર મોડ, જેમ કે IMPS અને NEFT સેટ કરવાની સુગમતા છે. સૌથી સારી વાત એ છે કે, ઈ-ફંડ ટ્રાન્સફર મોડ આપમેળે વાઉચર પર લાગુ થઈ જાય છે.
પેમેન્ટ્સ અને રીસીપ્ટસ માં બેંક અને રીકંસાઇલીએશન ની વિગતો
પેમેન્ટ્સ અને રીસીપ્ટસ માં હવે તમામ બેંક અને રીકંસાઇલીએશન વિગતો સામેલ છે. વાઉચર ક્રિએશન અને
ઍલ્ટરેશન દરમિયાન તમે આ વિગતોનો સગવડતાપૂર્વક સંદર્ભ લઈ શકો છો.
કનેક્ટેડ બેંકિંગ અને રીકંસાઇલીએશન માટે ડેશબોર્ડ ટાઈલ્સ
તમારી બેંક અનુસાર રીકંસાઇલીએશન માટે બાકી રહેલા વ્યવહારો અને બૅલેન્સ જેવી માહિતી સાથે બેંકિંગ-સંબંધિત ટાઈલ્સ જુઓ.
એડિટ લોગ માં બેંક સંબંધિત વિગતો
એડિટ લોગ માં, તમે હવે બેંક ની તારીખ, ઇન્સ્ટ્રુમેન્ટ નંબર, ઇન્સ્ટ્રુમેન્ટ ની તારીખ અને તમારા ગ્રાહકોના UPI ID માં થયેલા ફેરફારો જોઈ શકો છો.
સ્પ્લિટ કંપની ડેટા
TallyPrime Release 6.0 અપડેટેડ ડેટા સ્પ્લિટ ફીચર Split process () સાથે આવે છે જે વાપરવા માટે ખૂબ સરળ અને અનુકૂળ છે. અપડેટ કરેલી સ્ક્રીન, નવા સ્પ્લિટ વિકલ્પો, ડેટા વેરિફિકેશન પ્રોમ્પ્ટ અને એનહેન્સડ એરર વેરિફિકેશન સાથે, તમે હવે વધુ સરળતાથી ડેટા સ્પ્લિટિંગ સાથે આગળ વધી શકો છો.
સ્પ્લિટ પછી એક જ કંપનીની રચના
અપડેટ કરેલ સ્પ્લિટ પ્રક્રિયા તમને સરળ અને વધુ સુરક્ષિત ડેટા મેનેજમેન્ટ માટે એક જ કંપની બનાવવામાં મદદ કરે છે. જો તમારી પાસે ડેટા નો મોટો જથ્થો છે, તો તમે નવીનતમ ડેટા સાથે નવી કંપની બનાવી શકો છો. આ તમને તમારા વ્યવસાયને સરળતાથી ચલાવવામાં મદદ કરે છે અને તમારા પ્રદર્શન માં નોંધપાત્ર સુધારો કરે છે.
શ્રેષ્ઠ ભાગ એ છે કે, તમારી પાસે હજુ પણ તમારી વ્યાવસાયિક જરૂરિયાતોને આધારે પરંપરાગત બે-કંપની સ્પ્લિટ પસંદ કરવાની સુગમતા છે two-company Split (). આનાથી એક કંપની કમ્પ્લાયન્સ હેતુઓ માટે અને બીજી કંપની તમારા વ્યાવસાયિક વ્યવહારો ચાલુ રાખવા માટે નવીનતમ ડેટા સાથે બનાવશે.
વધુમાં, નવો પ્રોગ્રેસ બાર તમને સ્પ્લિટ પ્રોસેસ ના તબક્કાઓ અને પ્રગતિ વિશે ખૂબ સ્પષ્ટતા પૂર્વક જાણકારી આપે છે.
એનહેન્સડ ડેટા ચકાસણી
વાઉચર્સ અને માસ્ટર્સમાં ઘણી વધુ ભૂલોને હૅન્ડલ કરવા માટે હવે ડેટા વેરિફિકેશન Data verification () ને વિસ્તૃત કરવામાં આવ્યું છે, જે સ્મૂધ સ્પ્લિટ ની ખાતરી આપે છે. ઉપરાંત, ભૂલો ની શક્યતા ઓ ઘટાડવા અને ચોકસાઈ સુધારવા માટે, હવે તમને સ્પ્લિટ પ્રક્રિયા શરૂ કરતા પહેલા તમારા ડેટાને ચકાસવા માટે પ્રોમ્પ્ટ પ્રાપ્ત થશે.
વધુ જાણવા માટે, TallyPrime માં સ્પ્લિટ ડેટા નો સંદર્ભ લો Split Data in TallyPrime ().
સ્પ્લિટ અને વેરીફાઈમાં અન્ય એન્હાન્સમેન્ટસ
નીચેની સમસ્યાઓ હવે ઉકેલાઈ ગઈ છે:
- TallyPrime માં ડેટા વેરિફિકેશન દરમિયાન ભૂલો ઉકેલતી વખતે આઉટ ઓફ મેમરી અથવા મેમરી ઍક્સેસ વાયોલેશન ની ભૂલ
- TallyPrime એડિટ લોગ માં વાઉચર વિભાજિત કરતી વખતે ધીમી કામગીરી, વિલંબ અથવા સ્ટોપેજ
- TallyPrime એડિટ લૉગ 4.0 માં ડેટા વેરીફાય કરતી વખતે ટેમ્પરરી ઓવરફ્લો ઓફ Tally લિમિટ. રીસ્ટાર્ટ અને કન્ટીન્યુ એરર.
પ્રોફાઈલ ડિટેલ્સ
TallyPrime 6.0 નવી પ્રોફાઈલ સુવિધા રજૂ કરે છે, જે તમને તમારા Tally સિરિયલ નંબર સાથે લિંક કરેલ સંપર્ક વિગતો જોવા અને અપડેટ કરવા સક્ષમ બનાવે છે. ચોક્કસ સંપર્ક માહિતી સુનિશ્ચિત કરે છે કે તમે સમયસર સંચાર અને અપડેટ મેળવો છો.
કી હાઇલાઇટ્સ
- પ્રોફાઈલ જુઓ અને એડિટ કરો: TallyPrime માં તમારી સંપર્ક વિગતો ને સરળતાથી મેનેજ કરો.
- Tally પોર્ટલ ઍક્સેસ: વધારાના અપડેટ્સ માટે Tally પોર્ટલ પર ઝડપથી નેવિગેટ કરો.
- રીમાઇન્ડર્સ: વર્ષમાં બે વાર નોટિફિકેશન્સ પ્રાપ્ત કરો, તમને તમારી પ્રોફાઈલ વિગતો તપાસવા અને અપડેટ કરવાનું યાદ કરાવે છે.
સરળ કોમ્યુનિકેશન માટે તમારી પ્રોફાઈલ ને અદ્યતન રાખો.
વધુ જાણવા માટે, પ્રોફાઈલ ડિટેલ્સ વિષયનો સંદર્ભ લો.
નવી કર વ્યવસ્થા માટે નવીનતમ આવકવેરા સ્લેબ દરો | નાણા બિલ 2025-26
ફાઇનાન્સ બિલ 2025-26 મુજબ TallyPrime હવે નવા ટેક્સ સ્લેબ નો વિકલ્પ પસંદ કરતા કર્મચારીઓ માટે નવીનતમ આવકવેરા સ્લેબ દરોને સમર્થન આપે છે. વધુમાં, આવકવેરા ગણતરી રીપોર્ટ, ફોર્મ 24Q નું પરિશિષ્ટ II, અને ફોર્મ 16 પણ TallyPrime માં નીચે મુજબ અપડેટ કરવામાં આવ્યા છે:
- ₹12 લાખથી ઓછી અથવા તેના જેટલી આવક ધરાવતા કર્મચારીઓ માટે કલમ 87A હેઠળ છૂટ
- ₹12 લાખથી વધુ આવક ધરાવતા કર્મચારીઓ માટે ₹70,594 કે તેથી ઓછી આવક ધરાવતી સીમાંત કર રાહત
GCC દેશોમાં દ્વિભાષી ઇન્વૉઇસ છાપો | VAT સાથે અથવા વગર
TallyPrime સાથે, કુવૈત અને કતાર ના વ્યવસાયો હવે એક જ પેજ પર અંગ્રેજી અને અરબી બંનેમાં ઇન્વૉઇસ જનરેટ કરી શકે છે, જે સ્થાનિક નિયમો નું પાલન સુનિશ્ચિત કરે છે. જો તમે કુવૈત અને કતાર સિવાય અન્ય કોઈપણ GCC દેશમાંથી કામ કરી રહ્યા છો, તો તમે VAT સાથે અથવા વગર અંગ્રેજી અને અરબી માં ઇન્વૉઇસ કરવા નું ચાલુ રાખી શકો છો.
તમારી પાસે TallyPrime હોવાથી, તમે આ કરી શકો છો:
- કંપનીના નામ, પાર્ટી ખાતાવહી અને સરનામાં સાથે અંગ્રેજી અને અરબી બંનેમાં ઇન્વૉઇસ છાપી શકો છો
- અરબી માં નંબરો છાપી શકો છો
- અંગ્રેજી, અરબી અથવા અન્ય દ્વિભાષી પ્રિન્ટ ફોર્મેટ વચ્ચે સરળતાથી સ્વિચ કરી શકો છો.
HSN ના ત્રીજા તબક્કા ની સમરી | B2B અને B2C સપ્લાયનું વિભાજન
GSTR-1 માટે HSN રીપોર્ટિંગ ના ત્રીજા તબક્કા મુજબ, TallyPrime હવે B2B અને B2C સપ્લાય ના બ્રેક અપ સાથે HSN સમરી ને સપોર્ટ કરે છે. GSTN દ્વારા અમલીકરણ તારીખ ની પુષ્ટિ થયા પછી આ ફેરફારો અસરકારક રહેશે.
GST
- GSTR-1 ફાઈલિંગ હવે વધુ સાહજિક છે, તમે ફાઇલ કરતા પહેલા રિટર્ન અપલોડ કરો તેની ખાતરી કરો. આ નિલ રિટર્ન્સ ને અટકાવે છે, જે રિટર્ન અપલોડ કર્યા વિના GSTR-1 ફાઇલ કરવામાં આવે ત્યારે થઈ શકે છે.
- GSTR-1 નો TXPD વિભાગ હવે વિગતો ને વધુ સચોટ રીતે દર્શાવે છે. તમારી બાજુથી કોઈપણ આગળની કાર્યવાહી કર્યા વિના રકમ યોગ્ય રીતે મેળ ખાય છે.
- તમે હવે F3 (કંપની) નો ઉપયોગ કરીને એક કંપનીમાં થી બીજી કંપનીમાં B2B સેલ્સ ઇન્વૉઇસ ની નકલ કરી શકો છો. આવા ઇન્વૉઇસ હવે GSTR-1 અને GSTR-3Bમાં ડુપ્લિકેટ વાઉચર નંબર તરીકે દેખાશે નહીં.
- TallyPrime હવે GSTR-3B માટે નવા એક્સેલ ઓફલાઇન યુટિલિટી વર્ઝન 4 ને સપોર્ટ કરે છે. હવે તમે સંબંધિત શ્રેણી ઓ હેઠળ તમામ ITC-સંબંધિત માહિતી યોગ્ય રીતે જોઈ શકો છો. અગાઉ, આ માહિતી વિભાગ 3.1.1 ની ઈ-કોમર્સ હરોળ હેઠળ દેખાતી હતી.
- URD બેંક ખાતાવહી ઓ અને એકજેમપટેડ ખર્ચ લેજર સાથેના વ્યવહારો હવે GSTR-3B માં, એકજેમપટેડ, નિલ રેટેડ અને નોન-GST ઇનવર્ડ સપ્લાયમાં યોગ્ય રીતે દેખાશે. અગાઉ, આવા વ્યવહારો અનિશ્ચિત વ્યવહારો હેઠળ દેખાયા હતા.
- જથ્થા પર સેસ માટે, રાઉન્ડ-ઓફ અને દશાંશ મૂલ્યો હવે વ્યવહારોમાં યોગ્ય રીતે ગણવામાં આવશે. અગાઉ, આવા વ્યવહારોને મિસ મેચ અથવા ખોટી ટેક્સ રકમ તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા હતા.
- TallyPrime તમને e-Invoice અને e-Way Bill સરળતાથી જનરેટ કરવામાં મદદ કરે છે, પછી ભલે બે માંથી કોઈ એક પોર્ટલ ડાઉન હોય. આનાથી વ્યવસાયની કન્ટીન્યુટી અને કમ્પ્લાયન્સ સુનિશ્ચિત થાય છે.
TDS
જ્યારે TDS મૂલ્યો વ્યવહારોમાં અપડેટ થાય છે, ત્યારે વિગતો હવે યોગ્ય રીતે દેખાશે. અગાઉ, જ્યારે TDS મૂલ્યો અપડેટ કરવામાં આવ્યા હતા, ત્યારે Dr & Cr અને TDS ખાતાવહી મૂલ્યોમાં સમસ્યાઓ હતી.
VAT
VAT રીપોર્ટ હવે તમામ ભારતીય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે યોગ્ય રીતે દેખાશે. અગાઉ, VAT રીપોર્ટ પુડુચેરી, હરિયાણા, તેલંગાણા, ચંદીગઢ, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ, કેરળ, લદાખ, સિક્કિમ, ત્રિપુરા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ માટે દેખાતો ન હતો.